આજે ઘણા દિવસો પછી જ્યારે હું નવરો બેઠો હતો ત્યારે મને એમ થયું કે મારી સાચી સંપત્તિ કઈ? આજકાલનાં જુવાનીયાઓ (15 વર્ષની ઉંમરનાં છોકરાવ) જ્યારે ભણવા માટે સ્કુલમાં જાય છે ત્યારે તેમને ઘણા મિત્રો બનતા હોય છે. દરેક વ્યક્તિ માટે તેની દુનિયા તેના વિચારોથી બનતી હોય છે. થોડા દિવસ પહલા હું “બ્રહ્મસૂત્ર” નામની પુસ્તક વાંચતો હતો ત્યારે મને એમાં જાણવા મળ્યું હતું કે આપણી દેખીતી દુનિયા આપણી કલ્પનાશક્તિથી રચાતી હોય છે અને એ દુનિયાને નિહાળીને આપણે વિચારો કરીએ તો આપણી વિચારધારા પણ તે દુનિયા સુધીજ સીમિત હોય છે. (તમારે વાંચવી હોય તો આ રહી તેની કોપી: Brahma Sutra ) ઉદાહરણ તરીકે, એક સુથાર જયારે કોઈ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે ત્યાનું ફર્નીચર જોતો હોય છે, એક આર્કિટેકટ જયારે જાય ત્યારે ત્યાની ડિઝાઇન જોતો હોય છે, એક IT એન્જીનીયર જાય ત્યારે ત્યાનું ઓટોમેશન જોતો હોય છે. આમ દરેક વ્યક્તિની દુનિયા અલગ-અલગ રીતે નિહાળવામાં આવે છે. એજ રીતે, જુવાનીયાઓને સ્કુલમાં મળતા દરેક મિત્રો તેમના ઘરની પરિસ્થિતિ, ઘરનું વાતાવરણ વગેરેને કારણે અલગ-અલગ પ્રકારની વિચારધારા ધરાવતા હોય છે. તેનું કારણ એ છે કે ઘણા ઘરોમાં ભજન-ભક્તિને મહત્વતા...
निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् ।
विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा॥