નોંધ: આ લેખ નીરપક્ષ વિચારધારાથી લખેલો છે અને તેમાં કોઇપણ પ્રકારના શાબ્દિક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી! તમારો પ્રતિભાવ આવકાર્ય છે પણ અહી વર્ણવેલ સમાધાન ઘણાં અવલોકનોનું પૃથક્કરણ કરીને લખેલું છે.
આજની જનરેશનને લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું બહુ ગમે છે. સાચું કહું તો એમાં કશું ખોટું પણ નથી જો તમે મર્યાદા, એક-બીજાના મંતવ્યોનું માન રાખો & તે વિચારધારાને અંતિમ નિર્ણય સુધી પાલન કરો તો! લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવું એ એવું સમજો કે આ એક ફેશન બની ગઈ છે. મેં એક જણાને પૂછ્યું કે એમ રહેવાનું કારણ શું? તો તેણે મને કીધું કે, “જ્યારે તમેં લગ્ન પહેલા એકબીજા સાથે રહો છો ત્યારે તમને એક-બીજાની વાણી, વર્તન, વ્યવહાર, આદતો (સારી-ખરાબ બંને) બધુજ જાણવા મળે છે. અને જ્યારે તમને લાગે કે મને આ વ્યક્તિ સાથે ફાવશે તો તમે નિર્ણય લઇ શકો છો કે, ‘લગ્ન કરવા જોઈએ કે નહિ?’ - બસ આજ કારણ છે”. ત્યારે મારા મનમાં એકજ સવાલ હતો જે સવાલ તમને અહી વાંચીને પહેલા તો અજીબ લાગશે પણ તમારે એ સવાલને ત્રીજા-પુરુષ તરીકે સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે, બરોબર?!
તો મેં તેને સવાલ પૂછ્યો કે, “તો શું લીવ-ઇન-રિલેશનશિપમાં બંને જણા એકબીજા સાથે ફીઝીકલ પણ થાય?” આ પ્રશ્નનો જવાબ મળ્યો કે, “હા”. જવાબ સાંભળતાજ મને એક પછી એક પ્રશ્નો ઉપર પ્રશ્નો થવા માંડ્યા એટલે મેં એ વ્યક્તિને પૂછવાના ચાલુ કરી દીધા:
તો, ધારીલો કે, ફીઝીકલ થયા પછી બંને માંથી એક જણને બીજા પ્રત્યે ગાઢ લાગણીઓ થઇ ગઈ & તેણે નક્કી કરી લીધું કે હવે મારે આજ વ્યક્તિ સાથે આખી જિંદગી રહેવાનું છે પછી ભલેને એનો ગમે તેવો સ્વભાવ હોય! - પણ સાથે-સાથે બીજા વ્યક્તિને આવી સમાન લાગણી નાં હોય અને તે વ્યક્તિએ ઉલટો એવો નિર્ણય લીધો કે, ‘મને આ વ્યક્તિ સાથે એના સ્વભાવના કારણે નથી ફાવતું, તો મારે હવે એનાથી હંમેશા માટે દુર થઇ જવું જોઈએ’ - અને આ વિચાર સાથે તેણે તેનો પ્રસ્તાવ તેના સાથી સામે રાખ્યો તો સ્વાભાવિક રીતેજ એના સાથીનું દીલ તૂટી જશે, બરોબર?
સ્વાભાવિક જ છે ને કે ‘તૂટી જશે’??..
હવે આ જગ્યાએ કોઇપણ વ્યક્તિ લીવ-ઇન-રિલેશનશિપમાં આવ્યો હોય તેના પહેલાં તેણે અને તેના સાથીએ બંને એ સમજદારી પૂર્વક નક્કી કરવું ખુબજ જરૂરી છે કે, ‘જો આપણે બંને ભૂલમાં પણ ભૂલથી લાગણીવશ થઈને ફીઝીકલ થયાં અને જ્યારે આપણો અંતિમ નિર્ણય છુટા પાડવાનો હોય ત્યારે એક-બીજાને મનદુઃખ નાં થવું જોઈએ’. - હવે આવી વાત પ્રેક્ટીકલ લાઈફમાં કોઇપણ વ્યક્તિ તેના સાથીને નથી કરી શકતો કારણકે આવા વચનો ખુબજ ‘Straight forward’ છે અને આવા વચનોને કારણે તમારો સાથી તમારા ચારિત્ર્ય વિશે ખોટું અનુમાન લગાવશે. જેને લીધે સ્વાભાવિક છે કે તમારું લીવ-ઇન-રિલેશનશિપમાં આવતા પહેલાજ બ્રેક-અપ થઇ જશે!!
પણ મારા મત અનુસાર, મારું એવું માનવું છે કે, ‘ભલે બ્રેક-અપ થાય કે નાં થાય પણ, સમજદારી પૂર્વક એ વચનોની વાત કરવી ખુબ જરૂરી છે’ - કારણકે જો તમે એવી વાત પહેલેથી જ કરશો તો બંનેના મનમાં એક શંકા રહેશે કે ‘ક્યાંક આ મને છોડીને જતો/જતી તો નહિ રહેને?’ અને એ શંકાને કારણે (જો સાચો પ્રેમ હશે તો,) એક-બીજાને ખોવાનો ડર પણ લાગશે અને એ ડરને કારણે બંને માંથી એક વ્યક્તિ ફીઝીકલ થતાં પહેલા 10 વખત વિચારશે અને એમ થવાથી બંને પોત-પોતાની સમજદારી પૂર્વક ફીઝીકલ થતાં એક-બીજાને અટકાવશે કે જેથી લીવ-ઇન-રિલેશનશિપનાં સમય દરમ્યાન બંનેનું માન & મર્યાદા જળવાઈ રહે.
સાચું કહું તો, લીવ-ઇન-રિલેશનશિપ એ ખુબજ અસરકારક અને મર્યાદા યુક્ત સમય છે પણ એ સમય દરમ્યાન એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે, બંને માંથી એકપણ જણાએ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરવાનું & ફીઝીકલ નથી થવાનું. કારણકે એમ થવાથી એનું પરિણામ ખરાબ પણ આવી શકે છે - ઉદાહરણ રૂપે, ફીઝીકલ થયા પછી પણ જો બંને માંથી એક જણનો અંતિમ નિર્ણય બ્રેકઅપ હોય તો?
અને જ્યારે માણસ આ પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે તેને પ્રેમથી નફરત થવા લાગે છે કારણકે ખરેખર તે વ્યક્તિ તેનું દિલ બીજાને ઓલરેડી આપી ચુક્યો હોય છે & બીજું વ્યક્તિ જયારે તેનો અનાદર/અસ્વીકાર કરે છે ત્યારે લીવ-ઇન-રિલેશનશિપમાં વિતાવેલ એ ફીઝીકલ પળો તેને બેચેન કરી નાખે છે. હરરોજ તેને બસ એ બેચેની હેરાન-પરેશાન કરી નાખે છે અને ઘણી વખત આત્મહત્યા સુધી વાત આવી જાય છે. અને એટલા માટે જ જો તમે લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવા માંગતા હોય તો ક્યારેય ફીઝીકલ નાં થાઓ. કારણકે તમે પોતાને તો સમજાવી લેશો પણ સામે વાળી વ્યક્તિનું શું? - અને જે સાચો પ્રેમ કરતો હોયને એ હંમેશા બીજાનું વિચારતો હોય છે, પોતાનો સ્વાર્થ નહિ.
5 મિનિટના સુખ માટે કોઈની આખી જિંદગી બગાડવાનો તમને કોઈજ હક નથી. - કારણકે તમારા માટે એ અનુભવ ફક્ત શારીરિક સુખ માટેનો હોય શકે છે પણ કોઈ અન્ય વ્યક્તિ માટે એ તેની જિંદગીનો ફેંસલો પણ હોય શકે છે.
મારા અવલોકન પ્રમાણે આપણા દેશના જુવાનીયાઓ લીવ-ઇન-રિલેશનશિપમાં ૩ કારણથી આવે છે:
ફક્ત ફીઝીકલનો અનુભવ લેવા - દુનિયાની નજરથી બચવાં માટે લીવ-ઇન-રીલેશનનો ખોટી રીતનો સહારો
દેખાદેખી માટે &
ખરેખર સામે વાળી વ્યક્તિને જાણવા & સમજવા માટે
આમાંથી પહેલો અને બીજો ઓપ્શન પસંદ કરનારા લોકો હંમેશા જીવનમાં દુ:ખી જ થાય છે. અને એ વાતનો અહેસાસ તેમને ઘણો સમય વીતી ગયા પછી થાય છે.
પણ જે વ્યક્તિ ત્રીજા ઓપ્શનને કારણે લીવ-ઇન-રિલેશનશિપમાં આવે છે એમાં પણ ઘણી વખત માણસ પોતે અણસમજુ બની જાય છે અને પ્રોબ્લેમ ઉભા થઇ જાય છે. હું તે પ્રશ્નનું સમાધાન પણ આપીશ આગળ ઉપર એ પહેલા તેને એક નીરપક્ષ અને મારી પોતાની વિચારધારા વાળી સલાહ આપું છું:
તમે કોઇપણ વ્યક્તિ સાથે થોડો સમય પસાર કરો, તેની સાથે વાતો કરો, તેની વિચારધારાને સમજવાનો પ્રયાસ કરો. અવલોકન કરો કે તે વ્યક્તિ કોઇપણ પ્રકારની પરિસ્થિતિમાં કઈરીતે અને કેવી પ્રતિક્રિયા આપે છે?
અવલોકનની મદદથી તમે તેના વિશે જે જાણવું છે તે બધુજ જાણી શકો છો.
જ્યારે તમે તમારી જિંદગી વિતાવવાનું વિચારતા હોય ત્યારે તમારે સામે વાળી વ્યક્તિમાં અમુક વસ્તુઓ કે જે ખરેખર જરૂરી છે તે જ જાણવાની હોય છે જેમકે,
શું તે વ્યક્તિને તમારા ઉપર ખરેખર ભરોસો છે?
શું તે વ્યક્તિ તમને મહત્વતા આપે છે? (જુઠી અને દિલથી આપવામાં આવતી મહત્વ્તામાં ફર્ક હોય છે અને તે જાણવું જોઈએ)
શું તે તમારી કેર (કાળજી) કરે છે?
શું તે તમારી મહત્વકાંક્ષાઓને સમજે છે & સપોર્ટ કરે છે?
શું તે તમારી વિચારધારાને સ્વીકારે છે & જો તમે ખોટા હોયતો તમને ઠપકો આપીને પણ સાચું માર્ગદર્શન આપે છે?
શું તે તેના પોતાના ભવિષ્ય વિશે વિચારે છે?
જીવનમાં પ્રગતિ કરવા માટે તેનાં સોચ-વિચાર કેવા છે?
શું તે તેનાં શબ્દો પર કાયમ રહે છે કે ખાલી-ખાલી વાતોજ કરી જાણે છે?
જીવનની અલગ અલગ પરિસ્થિતિઓને એ કઈ રીતે નિહાળે છે & કઈ રીતે એનું સમાધાન કરે છે?
આ દરેક પ્રશ્નનો જવાબ જો સંતોષકારક હોયતો તમારે તેની સાથે રહેવું જોઈએ.
એક બીજી વાત કે, દુનિયાનો કોઇપણ વ્યક્તિ બધીજ રીતે સંપૂર્ણ નથી હોતો અને તમારે અમુક તો બાંધ-છોડ કરવીજ પડશે અને એજ સત્ય છે.
હવે સમાધાન આપું છું:
માનીલો કે કોઈએ પહેલેથી સમજદારી પૂર્વક જ લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું હોય & કોઈ પણ પ્રકારનાં કારણોસર તેના સાથીએ બ્રેક-અપનો નિર્ણય લીધો હોય (અને તે પણ ફીઝીકલ થયા પછી) તો એ વાતને & તે સાથીને બ્રેક-અપ થઇ ગયા પછી ભૂલી જવી જ હિતાવહ છે. કારણકે, ભૂલી નાં જવાથી તમે તમારી જાતને જ દુઃખી કરો છો. જૂની પળોને યાદ કરી કરીને તમે પોતાનાજ મનને હંમેશા નકારાત્મક વિચારોથી આવરો છો પણ હકીકત એ છે કે હવે મુવ-ઓનની (આગળ વધવાની) જરૂર છે. કારણકે, તમારી એ વાતોને & યાદોને હરપળ સ્મરણ & મનન કરવાથી તમારું મન એક સમય પછી નકારાત્મક વિચારોથી એટલું બધું ઘેરાઈ ગયું હશે કે તમારા સાથીને જ નફરતની ભાવનાથી જોવા લાગશે અને એ નફરતના વિચારો બંને માટે નુકશાની છે. એ નુકશાની થી વધારે સારું છે કે વીતી ગયેલી પળોને "એક સ્વપ્ન" સમજીને સ્વીકારી લો & હંમેશાં માટે ભૂલી જાઓ તથા જીવનમાં કંઇક લક્ષ્ય બનાવીને પોતાના મનને વળાંક આપીલો.
આજકાલના પ્રેમ એટલે કન્ડીશનલ પ્રેમ.
ઉદાહરણ:
જો પેલી છોકરી ઉજળી હશે, પાતળી હશે, સુંદર હશે તો આપણે એની સાથે લગ્ન કરીશું.
જો પેલો છોકરો ઉજળો હશે, સુંદર હશે, રૂપિયાવાળો હશે, બહાર (લંડન કે અમેરિકા) સેટલ થયેલો હશે તો આપણે લગ્ન કરીશું.
પણ મિત્રો,
પ્રેમ શરતોને આધીન નથી હોતો,
પ્રેમ કરવામાં નથી આવતો.
પ્રેમ લાગણીઓથી સંકળાયેલો છે,
પ્રેમ ખુબજ નાજુક હોય છે,
પ્રેમ થઈ જાય છે.
પ્રેમમાં આશાઓ અને અપેક્ષાઓ નથી હોતી,
જ્યાં “જરૂરીયાત” હોય છે ત્યાં આશાઓ અને અપેક્ષાઓ હોય છે.
જો તમે તમારી આજુ બાજુ એક વખત નજર કરશો તો તમને એકાદ – બે એવા કપલ મળી જ જશે જેમાં ઉપર જણાવેલ વાતો સેટ થઇ જતી હશે.
અને એવું પણ નથી હોતું કે, "પ્રેમ ફક્ત એકજ વખત થાય છે" - એ વિચારથી તમે પ્રેમને એક સીમા આપો છો પરંતુ હકીકત તો એ છે કે પ્રેમ અનંત છે, એને કોઈ સીમા નથી.
પ્રેમ એક લાગણી છે અને તે દરેકની સાથે બંધાઈ શકે છે.
તમે કુતરાનું નાનું બચ્ચું લઈને આવો અને તેની સાથે ૨ દિવસ રહેશો તો તેની સાથે પણ તમને લાગણી બંધાઈ જશે. - સાચું કહું તો પ્રેમની પરિભાષા જ બદલી નાખી છે.
પ્રેમ એ નથી જે તમે દુનિયામાં જોવો છો અથવા તમને પડદા ઉપર બતાડવામાં આવે છે! પ્રેમ તો એ છે કે તમે સાંજે સ્કુલ, કોલેજ અથવા કામ પરથી ઘરે આવો અને તમારી મમ્મી તમારી માટે સ્વાદિષ્ટ જમવાની ડીશ તૈયાર રાખે છે. પ્રેમ એ છે કે જે તમારા બાપને પરદેશમાં રહેવા છતાં પણ ફક્ત તમારી ચિંતા સતાવતી હોય છે. પ્રેમ એ છે કે જે તમે પરીક્ષામાં પાસ થાવ એના માટે તમારી બહેન/ભાઈ ભગવાનને પ્રાર્થના કરતી/તો હોય છે. પ્રેમ એ છે કે જે તમે મુશ્કેલીમાં હોય અને તમારો મિત્ર તમારી પડખે ઉભો રહીને તમને મદદ/આશ્વાસન આપતો હોય છે. પ્રેમ એ છે કે તમારી(રો) પ્રેમિકા(પ્રેમી) હંમેશાં તમને જીવનમાં આગળ આવો એવી દુઆ કરતી હોય છે.
કદાચ ખોટું લાગે તો, માફીની આશા રાખું છું,
કારણકે કડવા લખું છું પણ શબ્દો લખું છું,
સાચા હોય છે એટલેજ ખુબજ ઓછા લોકોને ગમું છું.
માખણ લગાવતા આવડતું નથી એટલે જ એકાંતમાં અહી મારી લાગણીઓ લખું છું:
ડાફોળીયા મારવા વાળા સાચો પ્રેમ નથી કરતા અને જે સાચો પ્રેમ કરે છે તે ડાફોળીયા નથી મારતા.
જ્યાં લગ્ન માટે સિક્યોર ફ્યુચર જોવાય છે તેને ખુદ પર ભરોશો ઓછો હોય છે અથવા બીજા પર નિર્ભર થઈને જીવવાની આદત હોય છે.
Thank you for reading this post by spending your precious time.
I really appreciate your time 🙂
Comments
Post a Comment