"સહન કરે તે સંત" -- આ વાક્ય નો સાચો અર્થ શું?
કર્મ-સિદ્ધાંત એવું કહે છે કે, મનુષ્ય શરીર દ્વારા કોઇપણ પ્રકારની ક્રિયા થશે તે દરેક ક્રિયાનું ફળ મળશે.
હવે માનીલો કે કોઈ ક્રિયા એકીસાથે સારી પણ હોય અને ખરાબ પણ હોય તે સમયે તે ક્રિયાનું ફળ મનુષ્યનાં હેતુ પર આધાર રાખે છે.
અર્થાત, ક્રિયા કરતી સમયે તેનો મુખ્ય હેતુ શું છે તેના આધારે જે-તે ક્રિયાનું ફળ મળશે.
કર્મ સિદ્ધાંત લોકોને નાં સમજાવાનું મુખ્ય કારણ એ છે કે, "કર્મ સિદ્ધાંત પ્રારબ્ધકર્મ અને ક્રિયામાન કર્મ એ બંને સાથે કરવાની છૂટ આપે છે".
અર્થાત, શ્રીકૃષ્ણ ભગવાને એક શ્લોક કહેલો છે:
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि||
એટલે કે, "કર્મ કરતો જા, પણ ફળની આશા રાખીશ નહિ." --
તો એવું તો કોણ મુર્ખ હશે કે જે કર્મો તો કર્યે જ જાય કર્યે જ જાય પણ ફળની આશા જ ના રાખે?
તમે જીવનમાં કોઈ પણ કર્મ શું કામ કરો?
ત્યારે જ ને કે જયારે તમારે કોઈ ઈચ્છાની પૂર્તિ કરવી છે?
તો સીધો મતલબ એ થયો કે, "તમે કોઈ પણ કર્મ તે કર્મના ફળને ધ્યાનમાં રાખીને જ કરવાના છો".
પણ શ્રી કૃષ્ણ ભગવાન અહિયાં "નાં" કેમ પાડે છે?
તો તેનું કારણ એ છે કે, તમે કર્મ કરશો તે કર્મ "ક્રિયામાન" કર્મ છે, અને તે કર્મ વાસ્તવિક ધર્મને આધીન હોવું જોઈએ (લોકહિત માટે). પણ તે કર્મ કર્યા પછી તમને જે ફળ મળશે તે ક્રિયામાન કર્મનું ફળ હોય પણ શકે છે અને નાં પણ હોય શકે.
કેમ?
કારણ કે, આપણું જીવન કર્મ સિદ્ધાંતને આધીન ચાલે છે. અને તે કારણોસર જે-તે કર્મફળ ભોગવવાનો સમય આવે છે ત્યારે પ્રારબ્ધ કર્મોને આધારે તમને ફળ મળે છે. હવે જો પ્રારબ્ધ કર્મ ખરાબ હશે અને ક્રિયામાન કર્મ સારું હશે તો પણ તમને ક્રિયામાન કર્મનું "તાત્કાલિક ફળ" ક્રિયામાન કર્મને આધારે નહિ મળે પણ પ્રારબ્ધ કર્મને આધારે મળશે.
અને તમે જે ક્રિયામાન કર્મ કર્યું તે ક્રિયામાન "સારું પ્રારબ્ધ કર્મ તરીકે" ભવિષ્યમાં સ્ફુરિત થશે.
જો હજુ પણ સમજ ના પડી હોય તો, હવે એક ઉદાહરણ આપું:
માનીલો કે તમારી સાથે કોઈ વ્યક્તિ ખોટું કરે છે, તમે એ વાત જાણો છો અને તેના બદલા સ્વરૂપે તમારા મનમાં એક યોજના તૈયાર થઇ જાય છે કે, "હું આ વ્યક્તિને અમુક પ્રકારની સજા આપીશ".
તો કર્મ સિદ્ધાંતના હિસાબે (ન્યુટનની ગતીનો ત્રીજો નિયમ છે તે!!!) "દરેક ક્રિયાને સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે." તે જ રીતે, તમારી યોજના અહી ધર્મ અને તર્ક સગંત હોવા છતાં તેની પ્રતિક્રિયા જરૂર મળશે. હવે તમે જો એ વ્યક્તિ સાથે બદલો લઇ લેશો તો તેનું નુકશાન તો થવાનું જ છે અને તે નુકશાન ધર્મ અને તર્ક સંગત હોવા છતાં જયારે તમારે તે કર્મનું ફળ ભોગવવાનું આવશે ત્યારે તમને પણ તે પ્રકારનું ફળ ભોગવવું પડશે.
શ્રી રામ ભગવાને બાલીનો વધ કર્યો હતો તે છળથી કર્યો હતો પણ પરિસ્થિતિ અને સમયને ધ્યાનમાં લઈએ તો તે રીતે વધ કરવો એ ધર્મ અને તર્ક સંગત હતું. આથી બાલીનો વધ કરીને શ્રીરામે કોઈ પાપ નહોતું કર્યું.
તેમ છતાં, કૃષ્ણ અવતારમાં તેમનું મૃત્યુ એક પારધીના બાણ વાગવાથી થાય છે. પારધી એ શ્રીકૃષ્ણના પગનો અંગુઠો જોયો અને તેને ભૂલથી કોઈ પશુ સમજીને બાણ ચલાવ્યું ત્યારે શ્રીકૃષ્ણના શરીરનું મૃત્યુ થયું.
તો અહી ભગવાન પોતે પણ કર્મ-સિદ્ધાંતનું પાલન કરે છે એક વાત ને સમજાવવા કે, "તમારું કર્મ જેવું હશે તેવું તેનું ફળ મળશે જ".
આથી જો કોઈ વ્યક્તિ સાથે બદલો લેવાથી તેનું અથવા તેના પરિવારનું નુકશાન થતું હોય તો તે બદલો ના લેવો જોઈએ અને તે પ્રકારના ક્રોધને સહન કરે તે વ્યક્તિને સંત કહેવાય.
કારણકે, એવો બદલો લઈને તમે તર્ક સંગત ધર્મનું પાલન તો કરો છો જ, પણ તે તર્કમાં ફક્ત પોતાનું હિત છે અને તેના આખા પરિવારનું નુકશાન.
એટલા માટે તમારો બદલાનો નિર્યણ તર્ક સંગત હોવા છતાં ધર્મ સંગત નથી માલુમ પડતો કારણકે ધર્મ ફક્ત અને ફક્ત "સ્વાર્થ" નથી જોતો, ધર્મ હમેશા સર્વનું કલ્યાણ જોવે છે. તમારો તે વ્યક્તિ સાથેનો બદલો ના લેવાથી તમને જે-તે નુકશાન ભોગવવું પડ્યું છે તે તમે ભોગવી લેશો પણ કર્મનો સિદ્ધાંત તે વ્યક્તિને તેના કર્મની સજા અવશ્ય આપી જ દેશે.
તમારે સુખની ચાહમાં આખી જિંદગી પૂરી થઇ જાય છે તો પણ જે રીતે દુઃખ તમારો પીછો નથી છોડતું તે રીતે જ કર્મ પણ ક્યારેય કોઈને નથી છોડતા. તમે બદલાની ભાવનામાં તે વ્યક્તિને સજા આપી દેશો તો તે જ કાર્યનું ફળ તમારે પણ ભોગવવું પડશે.
કર્મ સિદ્ધાંત ખુબ ગાઢ અને રહસ્યમયી છે. તેને સમજવું હોય તો હ્રદયનો ઉપયોગ કરવો પડે મનનો નહિ.
My latest book: "What do you really need in your life?"
Comments
Post a Comment